ગુજરાતમાં કતલખાને લઈ જવાના તેમજ કત્લ કરવાના બનાવો વધવા પામ્યા છે જેમાં જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગૌવંશને વેચવાનું અને કતલખાને પહોચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
જેની માહિતી રાજકોટ ગૌરક્ષા પ્રમુખ કાના ભાઈ ભરવાડને જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં 10 થી વધુ ગૌવંશ ને વેચવાના તથા કતલખાને પહોંચાડવાની પૂરી બાતમીને આધારે જામનગર શહેર હિન્દુ સેના યુવા ઉપપ્રમુખ હિરેન ચંદન તેમજ જામનગર જિલ્લા ગૌરક્ષા પ્રમુખ નયન પટેલ અને શહેર ગૌરક્ષા પ્રમુખ કુમાર ચાવલા જિલ્લા પ્રભારી કિશન નંદા તેમજ હિન્દુ સેના સૈનિકો કેતન કરેના, દિપક જાદવ,લાલા જાદવ, પ્રકાશ બારોટ સહિતના સૈનિકોએ ગૌવંશ બચાવ કાર્યમાં ભાગીદાર બન્યા હતા. આ ગૌવંશ કોઈ ગાડીમાં નહીં પરંતુ જંગલ વિસ્તાર માં ખુલ્લા બાંધી રાખેલ જે વહેચાણ અને ત્યાર બાદ કતલખાને મોકલતા હોય છે.સંપૂર્ણ બચાવ કામગીરીમાં હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખ ની ખાસ હાજરીમાં 13 ગૌવંશને હિન્દુ સેનાએ આબાદ બચાવી બેડ વાડા ગૌભકત યશપાલસિંહની મદદથી તેમના ટ્રકમાં બચાવેલા ગૌવંશને લાલપુરથી ખંભાળિયા પહોંચાડ્યા હતા. જ્યાં ખંભાળિયા હિન્દુ સેના શહેર પ્રમુખ દેસુર ભાઈ ગઢવી અને તેની ટીમ દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાં સુરક્ષિત રાખેલ છે.
View this post on Instagram


