Thursday, April 16, 2026
Homeરાજ્યહાલારઓખામાં દરિયામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આત્મહત્યા

ઓખામાં દરિયામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આત્મહત્યા

બોટની પાછળના ભાગમાં લાકડાંમાં દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું

ઓખામાં માછીમારીનો વ્યવસાય કરતાં મૂળ નવસારીના બોરિયાય જિલ્લાના અને ઓખાના આરકે બંદરમાં માછીમાર યુવાને દરિયામાં માછીમારી કરતી વેળાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ નવસારી જિલ્લાના બોરીયાય ગામના મૂળ રહીશ અને હાલ ઓખામાં આરકે બંદર વિસ્તારમાં રહેતા ભીખુભાઈ છગનભાઈ નાયકા (ઉ.વ.42) નામના માછીમાર યુવાને ગઈકાલે બુધવારે ઓખાથી આશરે દસેક નોટિકલ માઈલ દૂર દરિયામાં યોગેશ્ર્વરી નામની બોટમાં કોઈ અગમ્ય કારણોસર બોટની પાછળના ભાગે લાકડામાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રામદાસભાઈ દેવજીભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular