કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતાં યુવાનનું બુધવારે તેમના મકાનમાં અકસ્માતે પગ લપસી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા સાજણભાઈ સામતભાઈ ગોજીયા (ઉ.વ.36) નામના યુવાન ગઈકાલે બુધવારે તેમના રહેણાંક મકાનમાં શૌચના ખાડામાં જોવા જતા દરમ્યાન અકસ્માતે પગ લપસી જતા ખાડામાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામદેભાઈએ કરતાં કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


