કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતી મહિલાને અચાનક આંચકી ઉપડતાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ઘરકામ કરતાં આરતીબેન નીતિનભાઇ કોટડિયા (ઉ.વ.28) નામની મહિલા ગત્ તા. 14ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે હતા ત્યારે અચાનક આંચકી ઉપડતાં તબિયત લથડતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન ગઇકાલે તેઓનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નીતિનભાઇ દ્વારા જાણ કરતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.


