જામનગર શહેરના આણાદાબાવા ચકલા વિસ્તારમાં દર્શનાર્થે આવેલા એક શખ્સે મંદિરના પૂજારીની થેલી ઉઠાંતરી કરી નાશી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી.
જામનગરના આંણદાબાવા ચકલામાં આવેલ શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં પુજારીએ રાખેલી બેંગની ઉઠાંતરી થઈ ગઈ હતી. જે બેગમાં મોબાઈલફોન અને મંદિરની ચાવીઓ રાખવામાં આવી હતી. જે તસ્કર ઉઠાવી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હોવાથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.