જામનગરમાં બેડીબંદર રોડ પર ઢીંચડા રોડ નજીક ભેંસના તબેલામાં મજૂરી કામ કરતા બાળકને શ્રમ અધિકારીએ ચેકીંગ દરમ્યાન મુક્ત કરાવી ભેંસના તબેલાના માલિક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગરમાં ઢીંચડા રોડ પર સમર્પણ બેડીબંદર માર્ગ પર આવેલા ભેંસના તબેલામાં 14 વર્ષથી ઓછી ઉમરના બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડી.ડી.રામી તથા સ્ટાફે ભેંસના તબેલામાં ચેકીંગ કામગીરી હાથ ધરતા આ તબેલામાં 14 વર્ષથી ઓછી ઉમરના બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાનું ખુલતા અધિકારીએ બાળકને મજૂરી કામમાંથી મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપી આપ્યો હતો અને ભેંસના તબેલાના માલિક નરશીભાઇ ચંદ્રદેવ યાદવ વિરૂધ્ધ ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.