જામનગરમાં રેલવે સ્ટેશન પાસે નવાકોર્ટ બિલ્ડીંગની બાજુમાંથી પસાર થતાં શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ તેની પાસેથી રૂા. 2000ની કિંમતના વિદેશી સિગારેટના પાકીટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં રેલવે સ્ટેશનથી નવા કોર્ટ બિલ્ડીંગ તરફથીના માર્ગ પરથી વિદેશી સિગારેટ સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઇ એલ.એમ. ઝેર તથા સ્ટાફે વોચ ગોઠવી પસાર થતાં રોનક ભગવાનજી ડોડીયા નામના સર્વેયર શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી પ્રતિબંધીત એવી ચીનની કંપનીના સિગારેટના રૂા. 2 હજારની કિંમતના કુલ 20 પેકેટ મળી આવતાં એસઓજીની ટીમે વિદેશી સિગારેટ કબજે કરી રોનક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.