14 ફેબ્રુઆરીના દિવસ એટલે વેલેન્ટાઈન ડે તરીકે ઓળખાય છે. સાથે આ દિવસ વર્ષોથી માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. માતૃ-પિતૃ પૂજન જેવા દિવસની વર્ષમાં એક દિવસ નહી પરંતુ દૈનિક આ લાગણી ભાવ સાથે ઉજવણી થવી જોઈએ. જામનગર ખોડીયાર કોલોની મેહુલનગર વિસ્તારમાં આવેલી સંસ્થા દ્રારા દૈનિક આ દિવસની લાગણી સાથે ઉજવણી કરવામાં આવે છે. આશરે છેલ્લા 60 વર્ષથી કાર્યરત શ્રી એમ. પી. શાહ વૃધ્ધાશ્રમમાં 112 જેટલા વડીલોની સેવા કરીને આગવી ઓળખ બની છે.

જામનગર શહેરના ખોડીયાર કોલોની મેહુલનગર વિસ્તારમાં આવેલી શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃધ્ધાશ્રમ સંસ્થા છેલ્લા 6 દાયકાથી વડીલોની સેવા કરવા માટે આગવી ઓળખ બની છે. 2015થી સંસ્થામાં 15 નવા યુવા શહેરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જોડાયા. 2020માં સંસ્થા દ્રારા ત્રણ માળનુ નવુ તમામ સુવિધાઓ અને સવગડતાથી સજજ બીલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યુ.
શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃધ્ધાશ્રમમાં કુલ 112 જેટલા વડીલો રહે છે. આ સંસ્થામાં આવતા દરેક વડીલ 60 થી ઉપરની ઉમરના હોય છે. તેમની પાસેથી કોઈ પ્રવેશ શુલ્ક લેવામાં આવતો નથી. જેમને કોઈ પેન્શન કે સહાય ના હોય તેવા વડીલોને સંસ્થા દ્રારા માસિક રૂ.300 હાથ ખર્ચ માટે આવપામાં આવે છે. ત્રણ માળની બીલ્ડીંગમાં કોમ્યુનિટી હોલ, ફિઝરોથેરાપી સેન્ટર, તબીબના રૂમ, લાઈબ્રેરી, ટીવી રૂમ,ભોજન કક્ષ, રસોડુ સહીતની તમામ સવલતો છે. સંસ્થા સંપુર્ણ દાતાઓના દાનથી ચાલે છે.
અહી રહેતા વડીલો પોતાનુ ઘર માને છે. દૈનિક સવારે પ્રાર્થના, યોગા, રસોઈમાં મદદ, લાઈબ્રેરીમાં વાંચન, બગીચામાં, સાથે રહેતા મિત્રો સાથે સમય વિતાવે છે. સવારે ગરમ નાસ્તો, બપોર ગરમ ભોજન, સાંજે ચા સાથે હળવો નાસ્તો, સાંજે ગરમ ભોજન સંસ્થાના રસોઈઘરમાં તૈયાર કરીને આપવામાં આવે છે. વડીલોની સેવા માટે 15 કર્મનિષ્ઠ સ્ટાફ 24 કલાક તૈનાત રહે છે. તેમજ ટ્રસ્ટીઓની સંસ્થામાં હાજરી રહેતી હોય છે. અહી જામનગર તથા આસપાસના વડીલો રહે છે. સાથે મુંબઈ, નાસીક, અમદાવાદ સહીતના શહેરમાંથી આવેલા વડીલોએ આ સંસ્થાને પોતાનુ ઘર માને છે. વડીલો પથારીવશ હોય તેમની સેવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહી રહેતા વડીલો પોતાના મિત્ર સાથે સંસ્થા દ્રારા રાખવામાં આવતી કાળજીથી ખુશી વ્યકત કરી રહ્યા છે. અહી વિવિધ શાળા-કોલેજના વિધાર્થીઓ, વિવિધ સંસ્થાના સભ્યો, યુવાનો, વડીલો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારી સંસ્થાની મુલાકાત લેતા હોય છે. સંસ્થામાં વિવિધ તહેવાર, ઉત્સવોની ઉજવણી કરતા હોય છે. સંસ્થાના ટસ્ટ્રી દ્રારા અપીલ કરવામાં આવે છે. પોતાના વડીલમાં ભગવાનનુ સ્વરૂપ છે તેનો આદર-પૂજન કરવુ જોઈએ.તેમજ અનુકુળ સમયે આવી સંસ્થાની મુકાલાત લેવી જોઈએ. તમામ વડીલોને આદર-લાગણી આપવી જોઈએ.