કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા.36000ની કિંમતની 72 બોટલ દારૂ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતાં વિજયસિંહ જોરૂભા જાડેજા ખેડૂતના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પ્રો.પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન તલાસી લેતાં મકાનમાંથી રૂા.36,000ની કિંમતની 72 બોટલ દારૂ મળી આવતાં પોલીસે દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.