Saturday, January 22, 2022
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની બોર્ડ ઓફ ડિરેકટરર્સની બેઠક યોજાઈ

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની બોર્ડ ઓફ ડિરેકટરર્સની બેઠક યોજાઈ

બેંકના માધ્યમથી ખેડૂત ભાઈઓને વધુમાં વધુ લાભો થાય તેવા નિર્ણયો લેવા સૂચન કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક સહકાર ભવન, રણજીત રોડ જામનગર ખાતે મળી હતી.

- Advertisement -

આ બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ વિજિલન્સ સેલમાં અધિકારીઓની નિમણુંક કરવી, સી.સી.ટી.વી. કેમેરાના વાર્ષિક સર્વિસ કોન્ટ્રાકટ, ખર્ચના બીલો મંજુર કરવા, ઓવરડ્રાફટ, ગવર્નમેન્ટ સિકીયુરિટી તથા બેંકના રોકાણ, શાખાવાર થાપણ લક્ષ્યાંક-સિદ્ધિની નોંધ, ધિરાણના દસ્તાવેજો અંગે પ્રમાણપત્ર, સભાસદોને સેરની રકમની ચુકવણી,ખેતી વિષયક ધિરાણ, બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ધિરાણ, સહકારી મંડળીઓના મંત્રી નિમણૂકની બહાલી, કર્મચારીઓના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, જરૂરિયાત મુજબના સાધનોની ખરીદીવગેરે બાબતે મંત્રી સમક્ષ ચર્ચા કરી હતી. જે બાબતે મંત્રી એ જરૂરી માર્ગદર્શન આપી સૂચન કર્યા હતાં.

આ તકે મંત્રી એ ઉપસ્થિત ડિરેકટર્સ તથા બેંકના સભ્યોને જણાવ્યું હતું કે જે રીતે આપણી અંગત પેઢીને જાળવીએ છીએ તેમજ કાળજી લઇએ છીએ તેજ પારદર્શીતાથી બેંકનો વહીવટકરવા સૂચન કર્યું હતું. સમયસર કારોબારી તથા અન્ય મિટીંગો યોજવી, પારદર્શકતા ન દાખવતા સભ્યોને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા,બેંક હેઠળ આવતી મંડળીઓમાં જો કોઈ ગેરવહીવટ ધ્યાને આવે તો બ્રાન્ચ મેનેજર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા, ઓવરડ્રાફટ પર વ્યાજના દર નક્કી કરવા, બેંકને વધુ ફાયદો થાય તે મુજબના રોકાણો કરવા, ખેડૂતો કોઈ રીતે છેતરાય નહીં તેમજ તેમને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં નિર્ણયો કરવા સૂચન કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

- Advertisement -

આ બેઠકમાંવાઈસ ચેરમેન રાજેશભાઇ વાદી, મેનેજીંગ ડીરેકટર લુણાભા સુમણીયા, ડિરેકટર પ્રવિણસિંહ ઝાલા, બલદેવસિંહ જાડેજા, ધરમશીભાઇ ચનીયારા, ઇન્ચાર્જ જનરલ મેનેજર પી.એસ.રોલા, નોડલ ઓફીસર જી.એમ. જાડેજા, ઇન્ચાર્જ મેનેજર કે.એચ. જોશી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular