Saturday, January 22, 2022
Homeરાજ્યભાણવડ નજીક પુરપાટ જતી કારની હડફેટે બાઇક ચાલક વિપ્ર યુવાનનું કરૂણ મૃત્યુ

ભાણવડ નજીક પુરપાટ જતી કારની હડફેટે બાઇક ચાલક વિપ્ર યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

પોરબંદર તાલુકાના મજીવાડા ગામે રહેતા અરવિંદભાઈ જેન્તીલાલ થાનકી નામના 35 વર્ષના બ્રાહ્મણ યુવાન તેમના જીજે-25-કે-9073 નંબરના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસી અને ગઈકાલે ગુરૂવારે સવારના સમયે મજીવાડાથી દુધાળા ગામે પોતાની નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે, ભાણવડથી આશરે 22 કિલોમીટર દુર હાથલા ગામ નજીકથી પસાર થતાં આ માર્ગ પર પૂરઝડપે બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-01-એચયુ-0618 નંબરના સ્વીફ્ટ ડિઝાયર મોટરકારના ચાલક જૂનાગઢ ખાતે રહેતા અશ્ર્વિનભાઈ અમૃતલાલભાઈ ખંડેલીયા નામના યુવાને તેમની કારનો અરવિંદભાઈના ડિસ્કવર મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ ગંભીર અકસ્માતમાં શરીરના જુદા-જુદા ભાગોએ જીવલેણ ઈજાઓ થતા અરવિંદભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ અજયભાઈ વિનોદરાય થાનકી (ઉ.વ. 30, રહે. મજીવાડા) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કારના ચાલક અશ્વિનભાઈ અમૃતલાલ ખંડેલીયા સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular