જામનગર તાલુકાના વસઇ ગામમાંથી પોલીસે શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાં રૂા.6000ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાંથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં હરેન્દ્રસિંહ ઉર્ફે ભાભો દેવુભા જાડેજા નામના શખ્સને સિકકા પોલીસે આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.6000ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો જામનગરના પ્રવિણ ઉર્ફે પવી ગજરા નામના શખ્સ પાસેથી ખરીદયાની ખેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના કડબાલ ગામના પાટીયા પાસે બસસ્ટેન્ડ નજીકથી પસાર થતા ભાવીન મોહન ઘેટિયા નામના વેપારી શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500ની કિંમતની દારૂની બોટલ મળી આવતાં અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.