Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે જાહેરમાં આઈપીએલ-20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.5500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગતમુજબ, જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલી તુલસી હોટલ પાસે ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ વચ્ચેના મેચમાં રનફેરના સોદા પાડી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન હિરેન મનસુખ ગજેરીયા નામના શખ્સને રૂા.500 ની રોકડ રકમ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.5500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular