જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા શિવમ પાર્ક વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતા તરૂણે અગમ્યકારણોસર લોખંડની આડીમાં ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના બહેરી તાલુકાના જમુનીયા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા શિવમ પાર્ક પ્લોટ નંબર-39/1 માં જય અલખધણી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કામ કરતા બંટી તુલસીરામ કશ્યપ (ઉ.વ.17) નામના તરૂણે અગમ્યકારણોસર બુધવારે રાત્રિના સમયે કારખાનામાં પતરામાં લોખંડની આડીમાં કાળા કલરના ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની હેમરાજભાઈ કશ્યપ દ્વારા જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં તરૂણનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. ત્યારબાદ આ અંગેની જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.