Thursday, July 10, 2025
Homeસમાચારરાષ્ટ્રીયએરફોર્સનું અનોખું ઓપરેશન : દિલ્હીથી પુણે એક લીવર અને બે કિડની એરલિફટ...

એરફોર્સનું અનોખું ઓપરેશન : દિલ્હીથી પુણે એક લીવર અને બે કિડની એરલિફટ કરાયા

એરફોર્સ રાતો રાત એક ઝડપી મિશન પાર પાડયું હતું. ભારતીય વાયુસેનાએ સીએચ પુણેથી એક લીવર અને બે કિડનીને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં એરલિફટ કર્યા હતાં. એક સૈનિકના બ્રેઈન ડેડથી મૃત્યુ પામ્યા બાદ આશ્રિત પ્રાપ્તકર્તાઓને નવું જીવન આપશે. AFMS અને IAF દ્વારા સંયુકત રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે.

- Advertisement -

આ મહિનાની શરૂઆતમાં દેશના વિવિધ ભાગોમાં બ્રેઈન ડેડથી મૃત્યુ પામેલા દર્દીના અંગો મોકલવામાં આવ્યા હતાં. જેનાથી પાંચ લોકોને નવું જીવન મળ્યું જેમાં એક કિડની અને એક કોનિયાને IAF વિમાન દ્વારા બેંગ્લુરથી દિલ્હી પહોંચડવામાં આવ્યા હતાં.

- Advertisement -

IAF ના જણાવ્યા અનુસાર એક કિડની અને એક કોર્નિયાને દિલ્હીની આર્મી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. બીજી કિડની અને કોર્નિયા તેમજ પ્રથમ સ્કિન હાર્વેસ્ટ બેંગ્લુરૂની વિકટોરીયા હોસ્પિટલની મેડિકલ ટીમના સહયોગથી CHAFB ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતાં. આમ, એરફોર્સ દ્વારા લોકોને જીવન મૂલ્ય અને તેને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular