ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે રહેતી મુસ્લીમ યુવતી એકાએક ગૂમ થતાં ચકચાર મચી છે. પરિવારજનોએ ભાાણવડ પોલીસ થાણે જાણ કરતાં પોલીસે ગૂમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાણવડના સેવક દેવળિયા ગામે વસવાટ કરતી મુસ્લિમ સમાજની યુવતી શરીફાબેન (ઉ.વ.23) ગત્ તા. 10ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે કોઇને કહ્યા વગર એકાએક જતી રહી છે.
પરિવારજનોએ અનેક ઠેકાણે તપાસ કરતાં તેનો પત્તો લાગ્યો નથી. જેથી ગૂમ થનાર યુવતીના ભાઇ રહીમભાઇ ઈસ્માઇલભાઇ સમાએ પોતાની બેનનો પત્તો મેળવવા ભાણવડ પોલીસ થાણે જાણ કરી છે.
પોલીસે ગૂમ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પીએસઆઇ પી. એમ. ગોરફાડે જણાવ્યું છે કે, ગૂમ થનાર યુવતી શરીફાએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે અને ફેદ કરલની ઓઢણી પહેરી છે. પાતળાં બાંધાની અને સવા પાંચ ફુટની ઊંચાઇ ધરાવતી મુસ્લિમ યુવતીનો કોઇને પત્તો લાગે તો ભાણવડ પોલીસ થાણે જાણ કરવા યાદીમાં જણાવાયું છે.