ભાણવડના રાણપર ગામે ખેડૂતના ખેતરમાં એકાએક આગ ફાટી નિકળતાં લાખો રૂપિયાના ધાણાનો પાક બળીને સંપૂર્ણ ખાખ થઇ ગયો છે. આ આગ શોટ-સર્કિટથી લવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
View this post on Instagram

ભાણવડ-પોરબંદર હાઇ-વે માર્ગ પર બરડા ડુંગરની ગોદમાં વસેલા રાણપર ગામે ખેડૂત ભીમજીભાઇ જોશીના ખેતરમાં છ વિઘા જેટલી જમીનમાં ધાણાના પાકનું વાવેતર કર્યું હતું. પાક સંપૂર્ણપણે તૈયાર થઇ ગયો હતો. ખેડૂતને મોટી ઉપજની આશા બંધાણી હતી. પરંતુ કમનસિબે ધાણાના તૈયાર પાક પર શોર્ટ-સર્કિટથી એકાએક આગ ફાટી નિકળતા પાક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો અને ખેડૂતને લાખોની નુકસાની થઇ હોવાનું જાણવા મળે છે. આ આગના કારણે આ ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છિનવાઇ જતાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ પેદા થઇ છે. આ આકસ્મિક આગના કારણે ખેડૂતને આખા વર્ષની કમાણી નાશ થઇ ગયો છે.