Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયનાસિકમાં ભડભડ સળગી બસ, 12 મુસાફરો જીવતા ભૂંજાયા

નાસિકમાં ભડભડ સળગી બસ, 12 મુસાફરો જીવતા ભૂંજાયા

યવતમાલથી મુંબઈ જઈ રહેલી બસ વહેલી સવારે આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ

- Advertisement -

મહારાષ્ટ્રના નાસિકમાં ગોઝારો અકસ્માત થયો. એક બસ આગની ભીષણ જવાળાઓમાં લપેટાઈ જતા 12 લોકો જીવતા ભૂંજાયા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર ખુબ જ જહેમત બાદ કાબૂ મેળવી શકાયો. આગ લાગવાના કારણની હજુ જાણકારી મળી શકી નથી.

- Advertisement -

મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની આ બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ બસ ઔરંગાબાદના કૈલાશનગર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. આ કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાના કારણે મૃતદેહોને સિટી બસમાં રાખવા પડ્યા. ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ બની ગયો. પોલીસની ટીમો અકસ્માતના કારણની ભાળ મેળવી રહી છે.

જો કે હજુ સુધી કઈ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બસમાં આખરે આગ લાગી કેવી રીતે? ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુ:ખ જતાવ્યું છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોની મફત સારવાર કરાવવાની પણ વાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular