જામનગરના પુનિતનગર વિસ્તારમાં સર્વશક્તિ કુમારિકા ગરબી મંડળ દ્વારા 40 વર્ષથી વધુ સમયથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા પ્રાચીન રાસ રમી માતાજીની આરાધના કરવામાં આવે છે. તલવાર રાસ, ગોવાળિયાનો રાસ, માઁ ખોડિયારનો રાસ સહિતના અનેક રાસ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓ ઉમટી પડે છે. આ ગરબી મંડળમાં 40 જેટલી બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરી માતાજીની આરાધના કરવામાં આવે છે.
View this post on Instagram


