Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરસિકયોરિટી તરીકે ફરજ બજાવતા યુવાનનું ગટરમાં પડી જતાં મોત

સિકયોરિટી તરીકે ફરજ બજાવતા યુવાનનું ગટરમાં પડી જતાં મોત

જામનગર શહેરના સત્યમ્ કોલોની વિસ્તારમાં રહેતાં યુવાન ત્રણ દિવસ પહેલાં કોઇપણ રીતે ગટરમાં પડી જતાં ઇજાગ્રસ્ત થવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરના સત્યમ્ કોલોની અન્ડર બ્રીજ પાસે આવેલા મંધારા એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 501માં રહેતા અને સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ છગનભાઇ ડાંગરિયા નામના યુવાન ગત્ તા. 14ના સવારે 4 વાગ્યાથી તા. 7ના સાંજના 5.30 સુધીના સમય દરમ્યાન કોઇપણ સમયે અંધાશ્રમ આવાસ પાસે, બાપા સિતારામની મઢુલીની બાજુમાં, રેલવેના પાટા પાસે આવેલી ગટરમાં પડી ગયા હતા. ત્યારબાદ યુવાનની શોધખોળ કરવામાં આવતાં ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની મૃતકના પુત્ર સંજયભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular