જામનગરમાં તાજેતરમાં અન્ડર 14 અને અન્ડર 17 ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમાં દર રવિવારે મેચ યોજાઇ છે અને આગામી 8 નવેમ્બરના આ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાશે.
જામનગર ખાતે એનસીએફસી અને જેએફએ દ્વારા ડેવલોપમેન્ટ લીગ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં ફુટબોલના ખેલાડીઓને પ્રોત્સાહન અને ફુટબોલ મેચોના અનુભવ અર્થે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.4 ઓકટોબરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં દર રવિવારે આકાશ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મેચો યોજાઇ છે. અન્ડર 14 અને અન્ડર 17 એમ બે વિભાગોમાં આ ટુર્નામેન્ટો યોજાઇ રહી છે. ટુર્નામેન્ટની ફાઇનલ તા.8 નવેમ્બરના યોજાશે. ટુર્નામેન્ટમાં ફુટબોલ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ ટુર્નામેન્ટ દરમિયાન રવિવારે યોજાયેલ મેચમાં ખબર ગુજરાતના નિવાસી તંત્રી નેમીશભાઇ મહેતા સહિતના મહાનુભાવો દ્વારા મેનઓફધ મેચ સહિતના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.
![]()


