Thursday, October 1, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયહવામાં શૌર્યની મિશાલ: ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છાર પોતાની જાનના જોખમે 180...

હવામાં શૌર્યની મિશાલ: ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છાર પોતાની જાનના જોખમે 180 મુસાફરોના જીવ બચાવ્યા

"સમગ્ર દેશને તમારા પર ગર્વ છે": PM મોદીએ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાત કરી બહાદુરીની પ્રશંસા કરી

તાજેતરમાં દુબઈથી તેલ અવીવ જઈ રહેલી flydubai ની ફ્લાઇટ FZ1073 માં આકાશ વચ્ચે એક અત્યંત ભયાનક ઘટના બની હતી. વિમાનના ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છાર અસાધારણ હિંમત, સૂઝબૂઝ અને અપ્રતિમ બહાદુરી દર્શાવીને એક મોટી દુર્ઘટના ટાળી હતી અને વિમાનમાં સવાર તમામ મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેમની આ જાનબાઝીને કારણે આજે સમગ્ર વિશ્વમાં તેમની પ્રશંસા થઈ રહી છે.

- Advertisement -

બુધવારે ઉડાન દરમિયાન ઓમાની કો-પાયલોટે અચાનક કોકપિટની અંદર કેપ્ટન સ્મિત મચ્છાર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ વિમાન નિયંત્રણ બહાર જઈને માત્ર 29 સેકન્ડમાં આશરે 14000 ફીટ નીચે ફેંકાયું હતું.અત્યંત ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ હોવા છતાં કેપ્ટન સ્મિત હિમ્મત હાર્યા નહીં તેમણે હુમલાખોર કો-પાયલોટનો સામનો કરી વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવ્યું.કોકપિટનો દરવાજો ખોલી દીધો, જેથી ફ્લાઇટ ક્રૂ અને મુસાફરો અંદર આવીને હુમલાખોરને કાબુમાં લઈ શકે.ઈમરજન્સી સિગ્નલ મોકલીને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.તેમના આ સાહસના કારણે 170થી વધુ મુસાફરોનો જીવ બચી ગયો હતો.

35 વર્ષીય કેપ્ટન સ્મિત મચ્છાર ગુજરાતી મૂળના છે. તેમણે મુંબઈથી  BBA નો અભ્યાસ કર્યા બાદ પાયલોટિંગની તાલીમ લીધી હતી. તેમની પાસે બોઇંગ 737 વિમાન ઉડાડવાનો 9750થી વધુ કલાકનો અનુભવ છે. flydubai માં જોડાતા પહેલાં તેમણે 11 વર્ષ સુધી સ્પાઇસજેટમાં સેવા આપી હતી.તેમનો પરિવાર મૂળ ગુજરાતનો છે અને હાલ મુંબઈના ઘાટકોપર (પૂર્વ) વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલો છે, જ્યારે તેમનો નાનો ભાઈ પણ પાયલોટ તરીકે ફરજ બજાવે છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વૈશ્વિક નેતાઓની પ્રશંસા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની પત્ની અને તેમના માતા-પિતા સાથે ફોન પર વાતચીત કરી હતી.

PM Modi નો સંદેશ:

પ્રધાનમંત્રીએ કેપ્ટન સ્મિતને ‘રાષ્ટ્રનો હીરો’ ગણાવ્યા અને તેમના પરિવારોને દરેક પ્રકારની સરકારી મદદની ખાતરી આપી હતી.

- Advertisement -

 

અન્ય નેતાઓ:

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન સ્મિતની અદ્ભુત સૂઝબૂઝ અને સાહસની સરાહના કરી હતી.

પોતાના જીવનને જોખમમાં મૂકીને સેંકડો લોકોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છાર સાબિત કરી દીધું છે કે સાચો યોદ્ધા મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ પરથી પાછો હટતો નથી. હાલમાં સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં તેમની સર્જરી બાદ તબિયત સ્થિર છે. સમગ્ર દેશ અને વિશ્વ આજે તેમની આ વીરતાને સલામ કરી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular