Monday, October 19, 2026
Homeરાજ્યહાલારઅરલા અને શેઠવડાળામાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

અરલા અને શેઠવડાળામાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

કાલાવડ તાલુકાના અરલા ગામની જામવાડી સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ચાર શખ્સોને એલસીબીએ રૂા. 1,31,500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં તીનપતી રમતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા. 11,500ની રોકડનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના અરલા ગામની જામવાડી સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન સાહિદ બશીર આદમાની, સલીમ બાવા મુંદ્રાક, બાબુ ઓસમાણ આદમાની અને કિશોર અરજણ મકવાણા નામના ચાર શખ્સોને રૂા. 31,500ની રોકડ રકમ અને રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન તથા રૂા. 80 હજારની કિંમતના બે બાઇક સહિત કુલ રૂા. 1,31,500ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન મગન ધનજી લીંબડ, યોગેશ ભૂપત વિસાણી, શાંતિલાલ પોપટ દવે નામના ત્રણ શખ્સોને રૂા. 11,500ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular