Monday, October 19, 2026
Homeરાજ્યહાલારપગના દુ:ખાવાથી કંટાળી વૃદ્ધાનો ઝેરી દવા પી આપઘાત

પગના દુ:ખાવાથી કંટાળી વૃદ્ધાનો ઝેરી દવા પી આપઘાત

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતાં વૃદ્ધાને એક વર્ષથી થતાં પગના દુખાવાથી કંટાળીને તેમના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મોત નિપજયું હતું. જામનગર તાલુકાના સરમત ગામના પાટિયા પાસે રહેતાં પ્રૌઢનું બપોરે હોટલમાં જમ્યા બાદ એકાએક બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતાં ભાનુબેન મનસુખભાઇ કાસુન્દ્રા (ઉ.વ.65) નામના વૃદ્ધાને છેલ્લા એક વર્ષથી થયેલા પગના દુખાવાથી કંટાળીને ગત્ તા. 05ના રોજ સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયુર્ર્ હતું. આ બનાવ અંગેની અનિલભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

બીજો બનાવ જામનગર તાલુકાના રાવલસર ગામમાં સ્કૂલની પાછળ રહેતાં પેથાભાઇ પાલાભાઇ સાખરા (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત્ તા. 16ના રોજ બપોરના સમયે બહાર હોટલમાં જમવા ગયા હતા. ત્યારબાદ ઘરે પરત ફરતાં તેમને ગેસ થયો હતો. ત્યારબાદ પ્રૌઢ અચાનક બેશુદ્ધ થઇ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે તેમના પુત્ર ભાવેશ દ્વારા જાણ કરતા પીએસઆઇ સી. પી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular