Friday, September 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શિવનંદન ગણેશ મહોત્સવમાં 1001 લાડુનો મહાયજ્ઞ - VIDEO

જામનગરમાં શિવનંદન ગણેશ મહોત્સવમાં 1001 લાડુનો મહાયજ્ઞ – VIDEO

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં ગણેશ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. શહેરના પંચવટી, મેઇન રોડ, નવાનગર બેન્કની બાજુમાં, જામનગર ખાતે જય માતાજી ગૃપ-પંચવટી દ્વારા શિવનંદન ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં તા. 14ના શોભાયાત્રા યોજી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 15ના હનુમાન ચાલીસાનું આયોજન થયું હતું. તા. 17ના અન્નકૂટ દર્શન યોજાયા બાદ તા. 18ના ગણેશ મહાયજ્ઞ યોજાયો હતો. આ મહાયજ્ઞમાં 1001 લાડુના મહાયજ્ઞ દ્વારા ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular