જામનગરના દાંડિયા હનુમાન મંદિર પાસેથી બિમારી સબબ અજાણ્યા પુરૂષને સારવારઅર્થે જી. જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કરતાં આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી મૃતકની ઓળખ અને વાલી-વારસ સહિતના મુદ્ે તપાસ હાથ ધરાઇ હતી.
આ અંગેની વિગત મુજબ ગત્ તા. 16ના સાંજના સમયે શહેરના દાંડિયા હનુમાન મંદિર પાસેથી અંદાજિત પચાસેક વર્ષની ઉમરના પુરૂષની કોઇપણ બિમારી સબબ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જી. જી. હોસ્પિટલના તબીબોએ તપાસી તેનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે હિતેશગીરી લાલગીરી ગોસાઇ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘બી’ પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો. પોલીસ દ્વારા મૃતકની ઓળખ તથા વાલી-વારસ અંગે તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.


