Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

ખંભાળિયાના વાડીનાર નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલને ઠોકરે ચડાવતા બાઇક ચાલક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુસેન જુનસભાઈ ગંઢાર નામના 19 વર્ષના યુવાન ગત તારીખ 4ના સાંજના સમયે વાડીનાર નજીક આવેલા આઈ.ઓ.સી.એલ. કંપની નજીકથી પોતાના જી.જે. 37 આર. 7970 નંબરના મોટર સાયકલ પર બેસીને નરારા બેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે હુશેનભાઈ ગંઢારના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત અંગે મૃતકના પિતરાઈ ભાઈ કાસમભાઈ ઉમરભાઈ ગંઢારની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. સી.આર. રાણાએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular