Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરના વરવાળા નજીક કારચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

જામજોધપુરના વરવાળા નજીક કારચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

બાઈકમાં સવાર બંધુઓને નડયો અકસ્માત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

જામજોધપુર નજીક વરવાળા ગામ પાસેથી બાઈકમાં પસાર થતા બંધુને ઈકોકારચાલકે ઠોકરે ચડાવતા બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુરના મહિકી ગામના પાટીયા પાસે રહેતાં મેરુભાઈ અશોકભાઈ સાંથલપરા તથા વિશાલ અશોકભાઈ સાંથલપરા નામના બે ભાઈઓ જીજે-03-એપી-3134 નંબરનું મોટરસાઈકલ લઇ સતાપર ગામે કામ અર્થે ગયા હતાં. કામ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતાં આ દરમિયાન વરવાળા ગામથી આગળ જામજોધપુર તરફ જવાના રસ્તે ગોલાઈ પાસે પહોંચતા જીજે-06-એચએસ-6550 નંબરની ઈકો કારચાલકે પોતાની મોટરકાર પૂરપાટ ઝડપેે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાઈકલને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મેરુભાઇનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગે મૃતકના પિતા અશોકભાઈ દ્વારા જીજે-06-એચએસ-6550 નંબરના ઈકો કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular