Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારજનરેટરની ચોરીના કેસમાં પાંચ શખ્સો ઝડપાયા

જનરેટરની ચોરીના કેસમાં પાંચ શખ્સો ઝડપાયા

કુલ રૂા.7,41,000નો મુદામાલ કબ્જે કરતી પોલીસ

ભારતમાલા હાઇવે રોડ ઉપર આરસીસી રોડ બનાવવાના મશીનમાંથી જનરેટરની ચોરીના કેસમાં ધ્રોલ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લઇ જનરેટર, છકડો રીક્ષા સહિત કુલ રૂા.7,41,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ-જોડિયા રોડ બિલેશ્વર મહાદેવના મંદિર પાસે બનતા ભારતમાલા હાઇવે રોડ ઉપર આરસીસી રોડ બનાવવાના મશીનમાંથી જનરેટરની ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સંડોવાયેલ શખ્સો ભુચરમોરી મેદાનની પાછળ આવેલ જેસલપીરની જગ્યા તરફથી ધ્રોલ આવતા હોવાની હે.કો. કલ્પેશભાઇ કામડીયા, રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, સંજયભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારાને બાતમી મળી હતી. જેને લઇ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ધ્રોલ શહિદવન પાસેથી વાહન રોકી શબીર સલીમ કેર, ધનજી ભીખા સોલંકી, અલ્ફાઝ સુલતાન મકવાણા, તુલશી ઉર્ફે કલ્પેશ ધીરૂ રાઠોડ તથા કાયદીથી સંઘર્ષીત કિશોર સહિત કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી કુલ રૂા.6 લાખની કિંમતના આરસીસી રોડ બનાવવાના માટેના મશીનના જનરેટરના સ્પેરપાર્ટસ તથા પ્લાસ્ટીકના બાચકામાં કોપર વાયરના નાના બંડલ અને જનરેટર ટોડેલના અલગ અલગ ટુકડાઓ, રૂા.40,000ની કિંમતનું જીજે03 એલજે 7724 નંબરનું મોટરસાઇકલ, રૂા. 1 લાખની કિંમતનો જીજે9 વી 3028 નંબરની છકડો રીક્ષા, લોખંડનો હથોડો, લોખંડની છીણી, વાયર કટીંગ કટર અને બોલ્ટ ખોલવાના પાના સહિત કુલ રૂા.7,41,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular