જૈન ધર્મના સૌથી મોટા પર્વ એવા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલમય પ્રારંભ થયો છે. આઠ દિવસ સુધી સમગ્ર જૈન સમાજ અઠ્ઠાઇ (આઠ દિવસના ઉપવાસ) અને અન્ય જપ, તપ સાથે મહાવીરમય બની જશે. પર્યુષણ પર્વને લઇ જામનગર શહેરમાં પણ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગરના ચાંદીબજાર નજીક આવેલ શેઠજી દેરાસરો સહિતના દેરાસરો જીનાલયોમાં રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં પ્રવચન, પ્રતિક્રમા, ઘીની ઉછામણી, સામાયીક, કલ્પસુત્રની અષ્ટપ્રકારી પૂજા, 14 સ્વપ્નની ઉછામણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તા.15 સપ્ટેમ્બરના સવંત્સરી મહાપર્વની ઉજવણી કરવામાં આવશે અને તા.16ના તપસ્વીઓના પારણા સહિતના કાર્યક્રમો યોજાશે. આજણી એક સપ્તાહ સુધી જૈન સમાજના ભાઇઓ બહેનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યમાં જોડાઇ પર્યુષણ પર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
View this post on Instagram


