ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી એક નવો અને સુવર્ણ ઈતિહાસ રચાયો છે. ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝના અહેવાલ અનુસાર, દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આઝાદી પછી પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ રજૂ કરવામાં આવ્યું હતું.
#WATCH || Delhi: For the first time, the National Song ‘Vande Mataram’ is rendered during the Independence Day celebrations at the Red Fort.
PM @narendramodi witnesses the rendition as part of the 80th Independence Day celebrations. #80thIndependenceDay #VandeMataram… pic.twitter.com/lTJi7Rf2OR
— All India Radio News (@airnewsalerts) August 15, 2026
આઝાદીની ચળવળમાં ક્રાંતિ અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક બનેલા ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની યાદમાં આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ લાલ કિલ્લાનું વાતાવરણ દેશભક્તિના સૂરથી ગૂંજી ઊઠ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ પાવન પ્રસંગે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર સમક્ષ દેશભક્તિના ભાવ સાથે આ ગીતના ગુણગાન ગાયા હતા અને સમગ્ર દેશવાસીઓને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આહ્વાન કર્યું હતું.
લાલ કિલ્લા પરથી ગૂંજેલા ‘વંદે માતરમ’ના સ્વરોએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સમગ્ર દેશવાસીઓમાં એક નવી ઊર્જા અને દેશભક્તિનો સંચાર કર્યો છે.


