Monday, September 7, 2026
Homeરાજ્યજામનગરગોપનાથ મહાદેવના દર્શનાર્થે ગયેલ વૃદ્ધનું અકસ્માતમાં મોત

ગોપનાથ મહાદેવના દર્શનાર્થે ગયેલ વૃદ્ધનું અકસ્માતમાં મોત

બેકાબૂ રિક્ષા પલ્ટી જતાં અકસ્માત : પુત્ર અને જમાઇ ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા : મૃતકની પુત્રી દ્વારા રિક્ષાચાલક સામે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

મોટી ગોપ નજીક આવેલા ગોપનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતી વખતે દર્શનાર્થી પરિવારને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં રિક્ષા પલ્ટી જતાં વૃદ્ધનું મૃત્યુ નિપજયું હતું. જ્યારે પુત્ર અને જમાઇ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના મસીતિયા રોડ, દરેડ ખાતે રહેતાં જયશ્રીબેન સુનિલભાઇ રાઠોડ તથા તેના પરિવારના સભ્યો તહેવાર દરમ્યાન તા. 05ના પોતાના ઘરેથી મોટી ગોપ ગામ નજીક ડૂંગર ઉપર આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયા હતાં. તેઓ જીજે10 ટીડબલ્યુ 1077 નંબરની રિક્ષામાં દર્શન કરી પરત આવતા હતા. ત્યારે આરોપી અમરીશ મંગા સાગઠિયાએ રિક્ષા ગફલતભરી રીતે ચલાવી કાબૂ ગૂમાવતાં રિક્ષા પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ફરિયાદીના પિતા ખીમજી મનજીભાઇ ચૌહાણ રિક્ષા નીચે દબાઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને લાલપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું.

આ અકસ્માતમાં ફરિયાદી જયશ્રીબેનના પતિ સુનિલભાઇ હરેશભાઇ તથા ફરિયાદીના ભાઇ દિલીપભાઇ ખીમજીભાઇને પણ ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે તથા હોસ્પિટલ દોડી ગઇ હતી. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયશ્રીબેન દ્વારા જીજે10 ટીડબલ્યુ 1077 નંબરની રિક્ષાના ચાલક અંબરીશ મંગા સાગઠિયા ફરિયાદ નોંધાવાતા હે.કો. જે. ડી. મેઘનાથી દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular