ગોકુલનગરમાં રહેતાં યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગોકુલનગર, પાણાખાણ વિસ્તારમાં રહેતાં તોતરામ બલ્લુ સરજ (ઉ.વ.35) નામના યુવાનને ગત્ તા. 24 ઓગસ્ટના છાતીમાં દુ:ખાવો ઉપડતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે અજુ બલ્લુ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘એ’ હે.કો. એચ. એ. પરમારે સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આદરી હતી.


