Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરએલ્યુમિનિયમ સ્ક્રેપના નામે જામનગરના વેપારી સાથે કુલ રૂા. 24,78,514ની છેતરપિંડી

એલ્યુમિનિયમ સ્ક્રેપના નામે જામનગરના વેપારી સાથે કુલ રૂા. 24,78,514ની છેતરપિંડી

જામનગરમાં રહેતાં યુવાનને દિલ્હીના શખ્સોએ ઇન્સ્ટાગ્રામ મારફતે એલ્યુમિનિયમ સ્ક્રેપની જાહેરાત મૂકી એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને રૂપિયા 24,78,514 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી એલ્યુમિનિયમ સ્ક્રેપ કે રૂપિયા ન આપી છેતરપિંડી આચર્યાની જામનગર સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

જામનગરના પારસ સોસાયટીમાં રહેતાં અને વ્યાપાર કરતાં હર્ષભાઇ પરેશભાઇ વેકરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રિદેવ રિસાયકલીંગ એલ્યુમિનિયમ સ્ક્રેપની જાહેરાત મૂકી હતી. જે જાહેરાત ઉપરથી ફરિયાદીએ જાહેરાતમાં જણાવેલ મોબાઇલ નંબર 98187 54558ના ધારક પંકજભાઇ ત્યાગીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ત્રિદેવ રિસાયકલીંગ નામની પેઢીનો દલાલ હોવાનું જણાવી અન્ય આરોપી માલિક ટોની બજાજ મોઇબાઇલ નંબર 94110 51012 સાથે એલ્યુમિનિયમ સ્ક્રેપ ખરીદવા લગતની વાત કરાવી હતી. ત્યારબાદ આરોપીઓએ ત્રિદેવ રિસાયકલીંગ નામની પેઢીનું ફેડરલ બેન્ક એકાઉન્ટ નંબર 19800200004770 નંબરના ખાતામાં એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને કુલ રૂા. 24,78,514 આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.

ત્યારબાદ ધંધાને લગત એલ્યુમિનિયમ સ્ક્રેપ કે રૂપિયા આપ્યા ન હતા. આ અંગે ફરિયાદી દ્વારા માંગણી કરાતા રૂપિયા કે માલ ન મળતાં છેતરપિંડી થઇ હોવાનું લાગતાં આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં દિલ્હીના પંકજ ત્યાગી મો. 98187 54558, ટોની બજાજ મો. 94110 51012 તથા ફેડરલ બેન્કના એકાઉન્ટ નંબર 19800200004770ના ખાતાધારક/વપરાશકર્તા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પીઆઇ એન. બી. ડાભી દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular