કાલાવડના ધુનધોરાજી ગામે પત્ની રીસામણે ચાલી જતાં તેનું મનમાં લાગી આવતા પતિએ ઝેરી જંતુનાશક દવા ગટગટાવી જિંદગી ટૂંકાવ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામે રહેતાં પંકજભાઇ કરશનભાઇ મકવાણા (ઉ.વ. 30) નામના યુવાનના પત્ની છેલ્લા આઠેક દિવસથી તેના માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા. જે વાતનું પંકજભાઇને મનમાં લાગી આવતા તા. 27ના સાંજના સમયે ભાગમાં રાખેલ વાડીએ ખેતીના પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા છાંટવાની દવા પી આપઘાત કર્યો હતો. આ અંગે મનસુખભાઇ કરશનભાઇ મકવાણા દ્વારા પોલીસને જાણ કરાતા કાલાવડના હે.કો. જી. આર. ચાવડા સહિતનો સ્ટાફ સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.


