Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

જામનગરમાં દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશક્તિ જામનગર દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે વાર્ષિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને દેશની રક્ષા માટે રાત-દિવસ સેવારત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધીને આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન જામનગર જિલ્લા કલેકટર પી બી પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. રવિ મોહન સૈની, ડીવાયએસપી વી. કે. પંડ્યા, એએસપી પ્રતિભા મેડમ, મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, સોનાપુરીના સેવકો, આરએસએસ અને સંગઠનના સ્વયંસેવક ભાઈઓ, સેવાવસ્તી,ડોક્ટરો, દર્દીઓ, ચોકીદાર ભાઈઓ, ૧૦૮ ના ડ્રાઈવર ભાઈઓ, વિવિધ મંદિરોના પૂજારીઓ, અને ફાયર સ્ટેશનના સ્ટાફ, પોલીસ સ્ટાફ આણંદાબાવા સેવા સંસ્થાનના અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ સહિત કુલ ૨૧ થી વધુ સ્થાનો પર ઉપસ્થિત ભાઈઓને ભાવપૂર્વક રક્ષાસૂત્ર બાંધીને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ વાર્ષિક કાર્યક્રમમાં માતૃશક્તિના સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, વિભાગ સંયોજિકા ભાવનાબેન મણીયાર, જિલ્લા દુર્ગાવાહિની વાલી સ્વરૂપબા જાડેજા, સત્સંગ પ્રમુખ પ્રફુલ્લાબેન અગ્રાવત, દુર્ગાવાહિની મહાનગર સહ-સંયોજિકા અર્પિતાબેન પાલેજા, પલકબેન ભાનુશાળી, સ્નેહાબા ચૌહાણ, માતૃશક્તિ સંયોજિકા વર્ષાબેન નંદા, ભાવનાબેન ગઢવી, જાનવીબેન લાલ અને નવ્યાબા ચૌહાણ સહિતના બહેનો જોડાઈને સમગ્ર શહેરમાં રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular