જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગૌશાળા પાસે વાહનમાંથી લોખંડના પતરાં ઉતારતાં સમયે પતરાં નીચે આવી જતાં હૃદય બેસી જવાથી વૃદ્ધનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતાં અને ખેતી કરતાં કીર્તિકુમાર અરજણભાઇ સુતરિયા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગામમાં આવેલી ગૌશાળા પાસે ગાડી પરથી લોખંડના પતરાં ઉતરતા હતા. ત્યારે પતરાં નીચે આવી જતાં હૃદય બેસી જવાથી બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.


