Wednesday, June 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યાજખોરે વેપારી યુવાનની કાર પચાવી પાડી

જામનગરમાં વ્યાજખોરે વેપારી યુવાનની કાર પચાવી પાડી

અઢી વર્ષ પહેલાં રૂા. 6.40 લાખ વ્યાજે લીધાં : રૂા. 7.70 લાખનું વ્યાજ અને મુદ્લ ચૂકવી દીધાં : વ્યાજખોરે વેપારીના ભત્રીજાના નામે લીધેલી કાર બળજબરીપૂર્વક પચાવી પાડી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરમાં રણજિતસાગર રોડ ઉપર રહેતાં વેપારી યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પેટે યુવાનના ભત્રીજાના નામે લીધેલી કાર પોતાના કબ્જામાં રાખી બળજબરીપૂર્વક પચાવી પાડી મૃત્યુનો ભય બતાવી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિત સાગર રોડ ઉપર ન્યુ ભાનુ પેટ્રોલ પંપ પાછળના વાડી વિસ્તારમાં રહેતાં મુકેશભાઇ રાઘવજીભાઇ કણઝારિયા (ઉ.વ.50) નામના વેપારી યુવાને અશોક ઉર્ફે જાંબુ મૂળજી નંદા નામના શખ્સ પાસેથી રૂા. 6,40,000 વ્યાજે લીધાં હતાં. અશોકે આ રકમમાંથી રૂપિયા એક લાખ ડાઉન પેમેન્ટ ભરી પોતાના માટે કોફી કલરનો સ્વીફટ ટૂકડો જીજે10 ડીઇ 2098 નંબરની કાર મુકેશભાઇના ભત્રીજા શુભમ્ જેરામ કણઝારિયાના નામની લઇ વ્યાજખોરે પોતાના કબ્જામાં રાખી હતી. તેમજ સિક્યોરિટી પેટે સહી કરેલા ચાર કોરા ચેક લઇ લીધા હતા. વેપારી દ્વારા વ્યાજે લીધેલી રૂપિયા 6,40,000ની રકમનું રૂપિયા 7,70,000 મુદ્લ રકમ સાથે ચૂકવી દીધા બાદ વેપારી દ્વારા કારનો કબ્જો માંગવામાં આવતાં વ્યાજખોરે કાર પચાવી પાડી મૃત્યુનો ભય બતાવી ફોનમાં જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની મુકેશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એન. રાઠોડ તથા સ્ટાફએ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular