જામનગર શહેરમાં આવેલી તુલસી હોટલની સામે આવેલ માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી છે. કોલ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં તુલસી હોટલ સામે આવેલા માધવ સ્ક્વેરના મેઇન મીટરના બોક્સમાં આગ લાગ્યાની જાણ થતાં મહાનગરપાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, મેઈન મીટર બોક્સમાં આગ લાગવાના કારણે બિલ્ડિંગનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આગની ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવવામાં આવ્યો હતો. તે દરમિયાન લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયેલ હોવાનું જાણવા મળતા ફાયર ટીમ દ્વારા ઝડપી અને સુરક્ષિત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢવામાં આવેલ હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી.
![]()


