Tuesday, June 2, 2026
Homeરાજ્યજામનગરયુથ કોંગ્રેસના આગેવાન વિરૂઘ્ધ નોંધાયેલ ગુન્હાને લઇ જામનગરમાં આવેદનપત્ર પાઠવાયું - VIDEO

યુથ કોંગ્રેસના આગેવાન વિરૂઘ્ધ નોંધાયેલ ગુન્હાને લઇ જામનગરમાં આવેદનપત્ર પાઠવાયું – VIDEO

ખીમરાણા ગામે બનેલી ઘટનામાં યુથ કોંગ્રેસના આગેવાન વિરૂઘ્ધ નોંધાયેલ ગુન્હાના વિરોધમાં જામનગર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ખીમરાણા ગામ ખાતે બનેલી ઘટનાના અનુસંધાને યુથ કોંગ્રેસના આગેવાન અને જનહિતના પ્રશ્નો માટે કાર્યરત દેવરાજભાઇ ગોહિલ વિરૂઘ્ધ નોંધાયેલ ગુન્હાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસ ન્યાયીક પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે. દેવરાજભાઇ ગોહિલ યુવાનો ખેડૂતો અને સામાન્ય નાગરીકોના પ્રશ્નો માટે કાર્યરત રહ્યા છે. તેમણે જાહેરમાં વિડીયો દ્વારા પોતાની ભુલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી અપીલ પણ કરી છે. આથી સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે. અને તપાસ દરમિયાન કોઇ ખોટુ અર્થઘટન સામે આવે તો કાયદેસર કાર્યવાહી કરવા પણ માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ કથીરીયા, કોર્પોરેટર સહારાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, અગ્રણી બીપેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular