જામનગરમાં એરફોર્સ 01 ક્વાર્ટરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ મૂળ હરિયાણાના બાબલા જિલ્લાના બેવાની ગામના અને હાલ જામનગરના એરફોર્સ 01 ક્વાર્ટર્સ એસએમક્યુ 35311માં રહેતાં અને એરફોર્સમાં ફરજ બજાવતા રોહિતભાઇ નરેશભાઇ ધનખડ (ઉ.વ.36) નામના યુવાને તા. 01ના રાત્રિના સમયે પોતાના ક્વાર્ટરના રૂમમાં અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પત્ની પ્રીતિબેન દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ ડિવિઝનના બી. એન. ત્રિવેદી સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આત્મહત્યા કરવા અંગેનું કારણ જાણવા વધુ તપાસ આરંભી હતી.


