લાલપુર ગામમાં સીસી રોડના ચાલુ કામ બાબતે બે શખ્સો દ્વારા સરપંચ સાથે ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર ગામમાં ગાયત્રી સોસાયટીમાં રહેતા અને ખેતી કરતાં જયેશ શાંતિલાલ તેરૈયા (ઉ.વ.42) નામના સરપંચ ગત્ તા. 06ના રોજ સાંજના સમયે મુખ્ય બજારમાંથી પસાર થતા હતા ત્યારે દીપક કુરજી ભાલોડિયા અને તેનો પુત્ર રોયલ દીપક ભાલોડિયા નામના બન્ને પિતા-પુત્ર શખ્સોએ સરપંચને આંતરીને, “આ સીસી રોડનું કામ કરો છો?” જેથી સરપંચ જયેશએ, “આ કામ ગ્રામ પંચાયતનું નથી અને એજન્સીએ કામ રાખેલું છે.” તેમ જણાવતા પિતા-પુત્ર શખ્સોએ સરપંચ સાથે ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.


