Thursday, October 29, 2026
Homeરાજ્યહાલારમાથાના દુ:ખાવાથી કંટાળીને મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

માથાના દુ:ખાવાથી કંટાળીને મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કાલાવડ ગામમાં ઘરે ગળેટૂંપો ખાધો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

કાલાવડ ગામમાં રહેતાં પટેલ મહિલાને અવાર-નવાર માથુ દુખતુ હોવાથી જિંદગીથી કંટાળીને તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને હાલ કાલાવડ ગામમાં સરદારપાર્ક શેરી નંબર 7 માં રહેતાં અને ઇલેકટ્રીકનો વ્યવસાય કરતા હિતેશભાઇ મનસુખભાઈ અજુડિયા નામના પટેલ યુવાનના પત્ની રશ્મિબેન હિતેશભાઈ અજુડિયા (ઉ.વ.39) નામના મહિલાને ખંજવાળની તકલીફ હતી અને અવાર-નવાર માથાનો દુ:ખાવો થતો હોવાથી જિંદગીથી કંટાળીને બુધવારે વહેલી સવારના 07:30 વાગ્યાના અરસામાં તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular