નવી દિલ્હી / અમદાવાદ:
સરકારી નોકરીની તૈયારી કરતા દેશ અને ગુજરાતના ગ્રેજ્યુએટ યુવાનો માટે રેલવે બોર્ડ તરફથી દિવાળીની મોટી ભેટ સામે આવી છે. ભારતીય રેલવે દ્વારા સ્ટેશન માસ્ટર ની કુલ 1265 જગ્યાઓ પર સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન (CEN No. 08/2026) જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા 27 ઓક્ટોબર 2026થી ઓનલાઇન શરૂ થઈ ચૂકી છે.ગુજરાતના યુવાનો માટે પણ આ એક સુવર્ણ તક છે, કારણ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ અંતર્ગત 31 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
- રેલવે ઓનલાઇન અરજી પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
- અરજીની શરૂઆત: 27 ઓક્ટોબર 2026
- અરજી કરવાની અંતિમ તારીખ: 25 નવેમ્બર 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
- અરજી સુધારણા વિન્ડો : 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર 2026
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
- લાયકાત: ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી સ્નાતક (Graduation) ની ડિગ્રી. ડિગ્રી ધરાવતા તમામ પ્રવાહના (Arts, Commerce, Science, Engineering વગેરે) ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે.
- ઉંમર: ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 33 વર્ષ રાખવામાં આવી છે. (કેન્દ્રીય નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળશે).
પગાર ધોરણ
- પસંદગી પામનાર ઉમેદવારોને રેલવેના સાતમા પગાર પંચના Level-6 મુજબ આકર્ષક પગાર મળશે.
- શરૂઆતનો બેઝિક પે : ₹35,400 દર મહિને
- અન્ય ભથ્થાં: આ ઉપરાંત રેલવેના નિયમ મુજબ મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ, અને અન્ય કેન્દ્રીય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
કેટેગરી મુજબ અરજી ફી અને રીફંડના નિયમો
- રેલવે દ્વારા આ વખતે પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ફી રીફંડનો નિયમ રાખવામાં આવ્યો છે:
- જનરલ / OBC / EWS ઉમેદવારો માટે: ₹500. (જો ઉમેદવાર CBT પરીક્ષામાં હાજર રહેશે, તો બેંક ચાર્જ કાપીને ₹400 રીફંડ મળશે).
- SC / ST / મહિલા / ભૂતપૂર્વ સૈનિક / લઘુમતી અને EBC ઉમેદવારો માટે: ₹250. (પરીક્ષામાં હાજર રહેવા પર આ આખી ફી એટલે કે ₹250 રીફંડ મળશે).
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર (નવો સિલેબસ)
અગાઉ સ્ટેશન માસ્ટરની ભરતી NTPC કેટેગરી સાથે કમ્બાઈન થતી હતી, પરંતુ હવેથી તે સ્વતંત્ર ભરતી તરીકે લેવાશે. નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર સિલેબસમાંથી જનરલ નોલેજ (GK) અને જનરલ સ્ટડીઝ (GS) ના સેક્શનને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે.
હવે માત્ર એક જ તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (Single Stage CBT) લેવાશે, જેમાં 120 મિનિટમાં 100 ગુણના બહુવિકલ્પ પ્રશ્નો (MCQs) પૂછાશે:

અરજી કેવી રીતે કરવી?
યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવારોએ રેલવેની સત્તાવાર વેબસાઇટ www.rrbapply.gov.in પર જઈને 25 નવેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રેલવે બોર્ડની ચેતવણી:
રેલવે મંત્રાલયે ઉમેદવારોને ખાસ સુચના આપી છે કે રેલવેમાં ભરતી સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) અને મેરિટના આધારે જ થાય છે. જેથી નોકરી અપાવવાના બહાને નાણાં પડાવતા નકલી એજન્ટો અને દલાલોથી સાવધ રહેવું.


