જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જોડિયા મામલતદારને દુષ્કાળમાં જાહેર કરાયેલ સહાય બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે સરકાર સમક્ષ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા, નજીકના અંતરે ડેપો બનાવી પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસ વિતરણ કરવા તથા શિયાળુ પાક માટે સૌની યોજના અંતર્ગત સિંચાઈનું પાણી પૂરું પાડવાની મુખ્ય માંગણીઓ કરી હતી. જો સરકાર દ્વારા ખેડૂતોની આ વાજબી માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
View this post on Instagram


