જામનગર શહેરના શંકર ટેકરી પાણીના ટાંકા પાસે મકાનની દીવાલ પરથી નીચે પટકાતાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી પાણીના ટાંકા પાસે મહમદશા પીરની દરગાહ પાસે રહીને મજૂરી કરતાં આસિફ અલીભાઇ કુરાશ (ઉ.વ.35) નામનો યુવાન ગત્ તા. 02ના રોજ રાત્રિના સમયે મકાનની દીવાલ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું ગુરૂવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે તૌફિક કુરાશ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


