Wednesday, October 28, 2026
Homeરાજ્યહાલારનાઘેડીમાં વડલા નીચે પાર્ક કરાયેલું બાઇક ચોરાયું

નાઘેડીમાં વડલા નીચે પાર્ક કરાયેલું બાઇક ચોરાયું

જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટિયા પાસે હોટલની બાજુમાં વડલા નીચે પાર્ક કરેલું યુવાનનું બાઇક અજાણ્યા તસ્કર ચોરી કરી ગયા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં મોગલ ચોક વિસ્તારમાં રહેતાં વિવકેસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.26) નામના નોકરી કરતાં યુવાને રૂા. 45 હજારની કિંમતનું જીજે10 ડીકે 8950 નંબરનું બાઇક ગત્ તા. 20ના રોજ સાંજના પાંચ વાગ્યાથી તા. 21ના સવારના સાત વાગ્યા સુધી નાઘેડી ગામના પાટિયા પાસે ઠાકરધણી હોટલની બાજુમાં આવેલા વડલા નીચે પાર્ક કર્યું હતું. તે દરમ્યાન અજાણ્યો તસ્કર બાઇક ચોરી કરી ગયાની નોંધાવેલી ફરિયાદના આધારે એએસઆઇ એસ. એસ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular