જામનગર તાલુકાના જાંબુડા ગામમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન નવ શખ્સોને ઝડપી લઇ કુલ રૂા. 1,91,270નો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ શખ્સોને એલસીબીની ટીમએ રૂા. 58,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના જાંબુડા ગામની પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન સુનિલ ઉર્ફે સુનકો સુરેશ મારૂ, હિતેષ ઉર્ફે સન્ની રમેશ રાઠોડ, હસમુખ રમણિક કણજારિયા, જય નરેન્દ્ર ગુજર, કિશોર ડાયા પરમાર, નિપેશ ધીરૂ મકવાણા, મહેન્દ્ર કાંતિ નકુમ, અજય રમેશ પાટડિયા, હેમેન્દ્ર ડાયા પરમાર નામના નવ શખ્સોને ઝડપી લીધા હતા.
રેઇડ દરમિયાન એલસીબીની ટીમએ રૂા. 15,270ની રોકડ રકમ, રૂા. 16 હજારની કિંમતના પાંચ મોબાઇલ, રૂા. 1,60,000ની કિંમતના ચાર બાઇક મળી કુલ રૂા. 1,91,270નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યાવહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં આવેલી પુષ્કર પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન ભીખા કાનજી આરંભડિયા, કિરીટ હરજીવન સોનીગ્રા, સોહિલ ઉર્ફે કારો ઇશા ડેલા અને બે મહિલા સહિત પાંચ શખ્સોને એલસીબીની ટીમએ રૂા. 33 હજારની રોકડ રકમ તથા રૂા. 25,500ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 58,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


