Thursday, October 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દિવાળી નિમિત્તે ફટાકડા બજાર શરૂ કરવાની તૈયારી - VIDEO

જામનગરમાં દિવાળી નિમિત્તે ફટાકડા બજાર શરૂ કરવાની તૈયારી – VIDEO

જામનગર શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેચાણ માટે ખાસ ફટાકડા બજાર શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફટાકડા બજાર માટે સમશાન ચોકડી નજીક આવેલી જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ માટે વેપારીઓને યોગ્ય સ્થળ મળી રહે અને બજારમાં વ્યવસ્થિત આયોજન થઈ શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે સમશાન ચોકડી નજીકની જગ્યાને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફટાકડાના સ્ટોલ માટે અત્યાર સુધીમાં આશરે 60 જેટલી અરજીઓ મહાનગરપાલિકાને મળી છે. વેપારીઓ તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા અંદાજે 100 જેટલા પ્લોટની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ફટાકડા બજારની વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટેની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular