Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ડીપી કપાત માટે ચોથા દિવસે ડીમોલીશન અવિરત

જામનગરમાં ડીપી કપાત માટે ચોથા દિવસે ડીમોલીશન અવિરત

જામનગર શહેરમાં 12 મીટર ડીપી કપાત માટે મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસથી ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છેે. આ કામગીરી અંતર્ગત આજે ચોથા દિવસે ગાંધીનગર વિસ્તારમાં મહાપાલિકાની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામી નારાયણ નગરથી ગાંધીનગર સુધીના 12 મીટર ડીપી કપાતની કામગીરી કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી મહાપાલિકાની એસ્ટેટ શાખા તથા અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીની 100 થી વધુ સ્ટાફ દ્વારા પાડતોડ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી છે. શનિવારથી શરૂ કરાયેલી પાડતોડ કામગીરી આજે ચોથા દિવસે પણ અવિરત રાખવામાં આવી હતી. શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસમાં 180 આસામીઓની 265 મિલકતોની પાડતોડ પૂર્ણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ બાકીની રહેતી 66 મિલકતોની પાડતોડ માટે આજે ચોથા દિવસે પણ ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આજની કામગીરીમાં સીટી બી ડિવિઝન પીઆઇ પી. પી. ઝા તથા સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હાલમાં જ રંગમતિ અને નાગમતિના પટમાં રહેલા ગેરકાયદેસર દબાણો કોઇ શેહશરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જો કે, આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાથી નદીમાંથી પસાર થતાં પાણીમાં અવરોધરૂપ ગેરકાયદે દબાણો તોડી પાડવાની સરાહનિય કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ડીપી કપાત રોડ માટે પણ છેલ્લા ચાર દિવસથી હાથ ધરાયેલી કામગીરી કાબિલે તારિફ છે. આ ડીમોલીશન કામગીરી સફળ બનાવવા મહાનગરપાલિકાના કમિશનર તથા અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular